/connect-gujarat/media/post_banners/0e81f441ea14758d59c5e8ba1dea4f4f4a0a7d9ab8503dd7915a5d71fae7a0d6.jpg)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ ઉપર બંદૂકની અણીએ લૂંટારુઓએ લૂંટની ઘટનાને આંજામ આપ્યો હતો, ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચના વાગરા સ્થિતિ ચાંચવેલ ગામના પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે 2 જેટલા બુકાનીધારી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પેટ્રોલ પંપ ઉપર ત્રાટકેલા 2 લૂંટારુઓએ બંદૂક બતાવી પેટ્રોલ પંપના કર્મચારીને ઓફિસમાં લઈ આવ્યા હતા, જ્યાં તેને માર મારીને ભયભીત કરી ઓફિસમાં રહેલી રોકડ રકમની માંગણી કરી હતી. જેમાં અંદાજે ૩૦ હજાર રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારુઓએ કર્મચારીને ઓફિસમાં જ ગોંધી રાખી ફરાર થયા હતા. સમગ્ર બનાવની જાણ પેટ્રોલ પંપના સંચાલકને થતાં પોલીસને હકીકતથી વાકેફ કરવામાં આવી હતી, ત્યારે હાલ તો વાગરા પોલીસે CCTV ફૂટેજના આધારે વહેલી તકે લૂંટારુઓનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.