ભરૂચ:બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત,પોલીસે શરૂ કરી તપાસ

કોસંબાના તરસાલી ગામના દાદરી ફળિયામાં રહેતા ઈર્શાદ મહમદ ઉમર સુરતીના મોટા ભાઈ ૪૫ વર્ષીય અસરફ મહમંદ સુરતી ગતરોજ પોતાની બાઈક નંબર-જી.જે.૧૯.બી.જી.૬૮૧૭ લઇ ભરૂચથી કોસંબા જવા નીકળ્યા હતા

New Update
સુરેન્દ્રનગર : ચોટીલા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સસરા-જમાઇનું ઘટના સ્થળે મોત...

કોસંબાના તરસાલી ગામના દાદરી ફળિયામાં રહેતા ઈર્શાદ મહમદ ઉમર સુરતીના મોટા ભાઈ ૪૫ વર્ષીય અસરફ મહમંદ સુરતી ગતરોજ પોતાની બાઈક નંબર-જી.જે.૧૯.બી.જી.૬૮૧૭ લઇ ભરૂચથી કોસંબા જવા નીકળ્યા હતા તે દરમિયાન રાતના સમયે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અરોમા હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર અસરફ મહમંદ સુરતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisment

જયારે જંબુસર તાલુકાના આસનવડ ગામના જયંતી સુરસંગ પઢીયાર પોતાની મોટર સાઇકલ નંબર-જી.જે.૧૬.સી.કે.૫૬૯૬ લઇ ટંકારી ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા તે વેળા સીન્ધરણા- આસનવડ ગામ વચ્ચે ઓળખીતા રમણ બુધા રાઠોડ મળ્યા હતા જેઓ પણ લગ્નમાં જતા હોય જયંતી પઢીયારની બાઈક ઉપર લઇ જવા આગ્રહ કરતા તેઓ બંને ટંકારી ખાતે જતા હતા તે દરમિયાન આસનવડ-ટંકારી વચ્ચે વણાંક પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે રમણ બુધા રાઠોડનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જયારે જયંતિ પઢીયારને ઈજાઓ પહોંચી હતી અકસ્માત અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisment