ભરૂચ: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આત્મીય ગ્રીન સ્કૂલના બાળકોને તિરંગાનું કરાયું વિતરણ

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભરૂચના ઝાડેશ્વરની આત્મીય ગ્રીન સ્કુલ ખાતે શાળાના વિધાર્થીઓને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું

New Update

દેશની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ આત્મીય ગ્રીન સ્કુલ, ઝાડેશ્વર ખાતે શાળાના તમામ વિધાર્થીઓને શાળા તરફથી તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરુચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,શાળાના મેનેજીંગ ડાયરેકટર પ્રવિણ કાછડીયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.દરેક વિદ્યાર્થીને પોતાના ઘર પર તા.૧૩ ઓગસ્ટ થી તા.૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘરની બહાર તિરંગો લહેરાવીને પોતાના વાલી સાથેનો ફોટો શાળાને મોકલવા આહવાહન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓ દ્વારા આ પ્રસંગે રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા શોર્ય ગીતો, ડાન્સ તથા ઝંડા ગીત રજૂ કરાયા હતા.