New Update
/connect-gujarat/media/post_banners/5e1ffafc2f5d8cd5c43586100ce548048571c3f93d2563aef356da8871d38a29.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા પ્રાથમિક શાળા ખાતે 159 વિદ્યાર્થી બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઝઘડીયા તાલુકાના અવિધા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના 159 જેટલા વિદ્યાર્થી બાળકોને મુંબઈના ઈઝી ગ્રુપના સભ્યો દ્વારા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુનિફોર્મની વ્યવસ્થા ન હોવાથી ઇઝી ગ્રુપ દ્વારા શાળાના બાળકોને મદદરૂપ થઈ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇઝી ગ્રુપના જયેશભાઈ, શાળાના શિક્ષકો, ગામના વડીલો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી બાળકો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.