ભરૂચ: કેન્દ્રિય મંત્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે સરકારની યોજનાઓમાં બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક યોજાય

ભરૂચ જિલ્લામાં સરકારની યોજનાઓમાં વિવિધ બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી

New Update
ભરૂચ: કેન્દ્રિય મંત્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે સરકારની યોજનાઓમાં બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક યોજાય

ભરૂચના આયોજન ભવન ખાતે કરવામાં આવ્યુ આયોજન

કેન્દ્રિય મંત્રી ડૉ ભાગવત કરાડ રહ્યા ઉપસ્થિત

સરકારી યોજનામાં બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક યોજાય

ભારત સરકારના નાણા વિભાગના રાજ્યનાણા મંત્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે ભરૂચ જિલ્લામાં સરકારની યોજનાઓમાં વિવિધ બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક યોજાય હતી ભારત સરકારના નાણા વિભાગના રાજ્યનાણા મંત્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે ભરૂચ જિલ્લામાં સરકારની યોજનાઓમાં વિવિધ બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં મંત્રી ડૉ ભાગવત કરાડે નેશનલાઈઝડ તથા ખાનગી બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે ભરત સરકારની જનકલયાણને લગતી વિવિધ યોજનાઓમાં બેન્કોના પરફોર્મન્સ પર વિસ્તૃત ચર્ચા વિમર્શ કરી હતી.આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, અધિક નિવાસી કલેકટર એન આર ધાંધલ, લીડ ડિસ્ટ્રિકટ મેનેજર જીજ્ઞેશ પરમાર,બેન્ક ઓફ બરોડા ભરૂચ ક્ષેત્રના રિજનલ મેનેજર રાજકુમાર કર્ણ તથા વિવિધ બેન્કના ઉચ્ચ અધિકારીઓ, મેનેજર તથા ખાનગી બેન્કના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories