/connect-gujarat/media/post_banners/79a20965f3fec2359ace21d7e8ca2531811f4c3eef32c641eb4c9be076d0d77a.jpg)
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટેરીયન સભ્યોના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આંગણવાડીના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના સંતોષી વસાહત ખાતે આવેલ આંગણવાડીના બાળકોને રોટરી ક્લબ ઓફ ભરૂચના રોટેરીયન સભ્યોના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરમ નાસ્તો, લાડવા, કેરી, ચિક્કી અને જ્યુસનું વિતરણ કરવામા આવ્યું હતું. આ અંગે પ્રોજેક્ટ ચેરમેન ડો. પ્રગતિ બારોટે જણાવ્યુ હતું કે, સમગ્ર વર્ષ દરમ્યાન તમામ રોટેરીયન સભ્યોના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભરૂચમાં આવેલ તમામ આંગણવાડીના બાળકોને પોષણક્ષમ આહાર વિતરણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રોટરી પ્રમુખ ડો. વિહંગ સુખડીયા, સેક્રટરી ઉક્ષિત પરીખ, અમી શાહ તથા આર.સી.સી. સહિત મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.