Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માવઠાની આગાહીએ મગના ખેડૂતોની ચિંતા વધારી,પાક નષ્ટ થાય એવો ભય

ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૩૦૦૦ હેકટર જમીનમાં ખેડૂતોએ મગની ખેતી કરી હતી અને ફેબ્રુઆરીના અંતમાં મગનો પાક નહીં જેવો ઉતાર્યો હતો

X

ભરૂચ જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે અને તેમાં મગની ખેતીમાં મગનું ઉત્પાદન ઓછું થયું હોવા છતાં વેપારીઓ મગ નહીં જેવી કિંમત માંગતા હોવાના કારણે ખેડૂતોના મગના જથ્થાઓ ઘર અને ગોડાઉનમાં પડી રહ્યા છે અને આગામી ૧૦ દિવસમાં માવઠાની આગાહીના પગલે સરકાર ખેડૂતોને ટેકાના ભાવ નક્કી નહીં કરે તો મગ બગડી જવાનો ભય સતાવી રહ્યો હોવાના પગલે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૩૦૦૦ હેકટર જમીનમાં ખેડૂતોએ મગની ખેતી કરી હતી અને ફેબ્રુઆરીના અંતમાં મગનો પાક નહીં જેવો ઉતાર્યો હતો પરંતુ સરકારે મગના ટેકાના ભાવ હજુ સુધી નક્કી ન કર્યા હોવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં પકવેલો મગનો પાક ગોડાઉન અને મકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો છે.સરકારનો જૂનો ભાવ ૭૨૦૦ રૂપિયા ચાલી રહ્યો છે ત્યારે બજારમાં વેપારીઓ ૬૦૦૦ રૂપિયે મગ માંગી રહ્યા છે જેના કારણે ખેડૂતોને ટેકાના ભાવ પણ મળ્યા નથી અને ટેકાના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં ન આવતા અને ઓનલાઈન બુકિંગ અંગેની કોઈપણ જાતની જાહેરાત પણ ન કરવામાં આવતાં આજે મગની ખેતી કરેલા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યાં છે.સરકાર દ્વારા આગામી દસ દિવસમાં ખેડૂતોનો મગના પાકનો ટેકાનો ભાવ નક્કી કરવામાં નહિં આવે અને હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે ૧૦ દિવસ સુધીમાં મગના પાકને જો માવઠાની અસર થશે તો મગનો પાક નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે ત્યારે ખેડૂતોના પેટ ઉપર પાટુ મારતું માવઠું સાબિત થાય તો નવાઈ નહીં

Next Story