Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પશુઓમાં પ્રસરી રહેલા લમ્પી સ્કિન રોગ સામે વેકસીનેશન અભિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે કરાયું

પશુઓમાં પ્રસરી રહેલા ભરૂચ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ભરૂચ અને નર્મદામાં લમ્પી સ્કિન રોગ વેકસીનેશન અભિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે શરૂ કરાયું

X

પશુઓમાં પ્રસરી રહેલા ભરૂચ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ભરૂચ અને નર્મદામાં લમ્પી સ્કિન રોગ વેકસીનેશન અભિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે શરૂ કરાયું

ગુજરાતમાં પશુઓમાં પ્રસરી રહેલા લમ્પી નામના રોગને નાથવા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ભરૂચ અને નમૅદા જિલ્લામાં લમ્પી સ્કિન રોગ વેકસીનેશન અભિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ભરૂચના કવિઠા ગામે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જીલ્લા કલેકટર તુષાર સુમેરા, દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગર પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ડો. વસાવા, ઇ.ચા.મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાવિઠા ગામથી ભરૂચ જિલ્લામાં લમ્પી સ્કિન રોગ વેક્શિનેશનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં મારૂતિસિંહ અટોદરીયાએ પશુપાલકોને વેક્સિનેશન કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વિષમ પરિસ્થિતિમાં સરકાર તરફથી લેવામાં આવેલ પગલાં વિશે તથા લમ્પી વેક્સિનેશન કાયૅક્રમ માટે અને રોગના લક્ષણો દેખાય તો 1962 નંબર પર તંત્રને જાણ કરવા તથા પશુ સારવાર કરવા જણાવ્યું હતું. આ તબક્કે દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઇએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અબોલા પશુઓ ઉપર આવેલ આ ભયંકર રોગ માટે દરેક પશુપાલન મિત્રો પશુઓને વહેલી તકે વેકસીનેશન કરાવે તથા આ રોગ થી અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં તથા પશુપાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારની સાથે અને દૂધધારા ડેરી કટીબદ્ધ છે.

Next Story