Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક "આન્યોર" દ્વારા વુમન્સ ડેની આગોતરી ઉજવણી કરાય...

તા. 8મી માર્ચ વુમન્સ ડેની ઉજવણીના ભાગરૂપે ભરૂચની હોટલ હયાત પ્લેસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક-ભરૂચના ચેપ્ટર 'આન્યોર' દ્વારા વુમન્સ ડે નિમિત્તે આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.

તા. 8મી માર્ચ વુમન્સ ડેની ઉજવણીના ભાગરૂપે ભરૂચની હોટલ હયાત પ્લેસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક-ભરૂચના ચેપ્ટર 'આન્યોર' દ્વારા નારી શક્તિને સન્માનિત કરવા માટેનો સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મેહમાન તરીકે ભરૂચના મન મૈત્રી ફોઉન્ડેશનના સભ્ય હિના પરીખ, જયેશ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ભરૂચ ચેપ્ટરના વાઈસ પ્રેસિડેન્ટ પ્રારબ્ધ પરીખ, સેક્રેટરી ટ્રેઝરર નિશર્ગ પરીખ, સપોર્ટ ડેલીગેટ ફેનિલ શાહ, સુરત રીજીયનના સિનિયર સપોર્ટ ડેલીગેટ જીગ્નેશભાઈ, અંકિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. વીબીએન આન્યોરના પ્રમુખ વિદિતા ચોક્સીની અધ્યક્ષતામ વુમન્સ ડેની ઉજવણીના ભાગરૂપે બિઝનેસ કરતી તમામ સ્ત્રીને આગળ આવવા માટે અપીલ કરી હતી. તેઓએ હાજર રહેલ તમામ સ્ત્રીઓને ભેટ આપીને સન્માનિત કાર્ય હતા.

Next Story