ભરૂચ : વાંસી ગામે કોમી એકતાના પ્રતીક સમાન ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 15 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

ભરૂચ તાલુકાના વાંસી ગામ ખાતે બાપજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. કોમી એકતાના પ્રતીક સમાન સમૂહ લગ્નોત્સવમાં 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

New Update

દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતીક એવા ભરૂચ જિલ્લાના વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હિંદુ-મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વ ધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે બાપજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ-વાંસી દ્વારા ઐયુબ બાપુ તેમજ સરપંચ નીયાઝ મલેક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક સમાપન થયો હતો. જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘરવખરી પણ આપવામાં આવી હતી. અત્યંત ગરીબ દીકરા-દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે.

Latest Stories