Connect Gujarat
ભરૂચ

ભરૂચ: “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા યોજાશે વિવિધ કાર્યક્રમો

જેને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ

X

દેશના રાષ્ટ્રપતિ ધ્વારા “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ

દેશના રાષ્ટ્રપતિ ધ્વારા “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેક્ટરએ “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે, આરોગ્ય વિભાગની આયુષ્યમાન ભારત યોજના સહિત તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને પોતાના ગામમાં અને ધરો સુધી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. તા. ૨ ઓક્ટોબરના રોજ આયુષ્યમાન ગ્રામસભા અંતર્ગત ગામમાં લાભ લીધેલ લાભાર્થીના અનુભવ શેર કરી વધુમાં વધુ અને બાકી રહી ગયેલા લાભાર્થીઓ કાર્ડ મેળવે તે માટે પ્રચાર-પ્રસાર કરીને જન જાગૃતિ હાથ ધરાશે આ જનજાગૃતિ અભિયાનમાં છેવાડાના માનવી પણ જોડાઇ તે માટે મીડીયાના સહકારની અપેક્ષા કલેકટરએ વ્યકત કરી હતી.આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી મુનીરા શુકલા સહિત પ્રિન્ટ તથા ઇલેક્રટોનિક મીડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

Next Story