ભરૂચ : વિધાનસભાની ચુંટણી જીતવા AAPનો તરવળાટ, સંગઠનલક્ષી બેઠક યોજાઇ

AAPની સંગઠનલક્ષી બેઠક યોજાઇ, રાજપુત છાત્રાલય ખાતે આગેવાનો- કાર્યકરો એકત્રિત થયાં.

New Update
ભરૂચ : વિધાનસભાની ચુંટણી જીતવા AAPનો તરવળાટ, સંગઠનલક્ષી બેઠક યોજાઇ

રાજયમાં આગામી વર્ષે થનારી વિધાનસભાની ચુંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી છે. ભરૂચમાં આમ આદમી પાર્ટીની સંગઠનલક્ષી બેઠક ગુરૂવારના રોજ રાજપુત છાત્રાલય ખાતે મળી હતી.

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવા જઇ રહી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં મળેલી સફળતા બાદ હવે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચુંટણીની જોમ અને જુસ્સા સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં વિવિધ જિલ્લામાં સંગઠનને મજબુત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પક્ષને મજબૂત બાનાવી ઉમેદવારો અને કાર્યકરો સાથે સંકલન અને મિટિંગોનો દોર શરૂ કરી દેવાયો છે.

ભરૂચ જિલ્લાની બેઠક રાજપુત છાત્રાલય ખાતે મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાજેશ શર્મા, સંગઠન મંત્રી રામભાઇ ધડુક, સહ સંગઠન મંત્રી હરેશ જોગરાણા સહિત કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

Read the Next Article

ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

New Update
Screenshot (130)

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 4 ઇંચ નોંધાયો હતો.

તો બીજી તરફ વાલીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો જંબુસરમાં 5 મિલીમીટર આમોદમાં 7 મિલીમીટર અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

Latest Stories