Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરની શ્રી પ્રેમલ સરસ્વતી શિશુ મંદિર ખાતે વિદ્યાર્થીઓનો “વિદ્યારંભ સંસ્કાર” યોજાયો...

જંબુસર સ્થિત શ્રી પ્રેમલ સરસ્વતી શિશુ મંદિર કક્ષા-2ના બાળકોના વિદ્યારંભ સંસ્કારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત શ્રી પ્રેમલ સરસ્વતી શિશુ મંદિર કક્ષા-2ના બાળકોના વિદ્યારંભ સંસ્કારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારનું જીવન પર્યત મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેમાંનો એક સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર… બાળક પ્રથમ વખત વિદ્યા અભ્યાસ કરવા જાય છે, ત્યારે આ સંસ્કાર મેળવીને વિદ્યા પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે. આ સંસ્કાર બાળકના 4 વર્ષ 4 માસ અને 4 દિવસ થાય ત્યારે કરવામાં આવે છે. આ સાથે જ બીજ મંત્રના ઉચ્ચારણ સાથે વાંચન કરી સંસ્કાર કરવામાં આવે છે. વેદોમાંથી વિદ્યા પ્રાપ્ત થતી હોવાથી વેદોની પોથીયાત્રા કરી તેનું પૂજન કરી, ઓમનું લેખન કરવામાં આવે છે, ત્યારે ભરૂચના જંબુસર સ્થિત શ્રી પ્રેમલ સરસ્વતી શિશુ મંદિર કક્ષા-2ના બાળકોનો વિદ્યારંભ સંસ્કાર ઉજવવામાં આવ્યો હતો. જેમાં કુલ 45 બાળકો તથા તેમના વાલીઓ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિરથી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. દરેક બાળકની માતા મસ્તક પર વેદોની પોથી મુકી સંગીત સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે વિદ્યાલય ટ્રસ્ટના મંત્રી અનિલ ગાંધી સહિત મોટી સંખ્યામાં શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story