ભરૂચ:વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જંબુસર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ,મોટી સંખ્યામાં લોકો જોડાયા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભરૂચના જંબુસરની એસ એન્ડ આઈસી હાઇસ્કુલ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ

New Update

ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત જંબુસર નગરપાલિકા એસ એન્ડ આઈસી ખાતે આ રથ આવી પહોંચતા નગરપાલિકા પ્રમુખ અમિષા શાહ, ઉપપ્રમુખ સુરેશ ખારવા સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી, પ્રાદેશિક કમિશનર ડી.ડી.કાપડિયા, પ્રાંત અધિકારી મહેશ પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, મહામંત્રી પંકજ પટેલ સહિતના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

Latest Stories