ભરૂચ: વિલાયત ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના નવા હોદ્દેદારો નિમાયા, પ્રમુખ તરીકે આશિષ ગર્ગની વરણી

વિલાયત ઇન્ડટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા ઉદ્યોગપતિ યોગેશ બોરોલે નાં અધ્યક્ષ સ્થાને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ફાયબર ડિવિઝન ખાતે તા ૮ ઓકટોબરે યોજાઇ હતી.

New Update
ભરૂચ: વિલાયત ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના નવા હોદ્દેદારો નિમાયા, પ્રમુખ તરીકે આશિષ ગર્ગની વરણી

વિલાયત ઇન્ડટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા ઉદ્યોગપતિ યોગેશ બોરોલે નાં અધ્યક્ષ સ્થાને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ફાયબર ડિવિઝન ખાતે તા ૮ ઓકટોબરે યોજાઇ હતી. આ મીટિંગ માં એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીઓ ની સમીક્ષા કરવામાં આવી હતી અને દ્વી વાર્ષિક હિસાબો મંજૂર કરાયા હતાં. આ ઉપરાંત જી. આઇ. ડી.સી સાથેના વિવિધ પ્રશ્નો , તથા અન્ય પ્રશ્નો જેમાં ગેરકાયદેસર દબાણો, ટ્રાફિક સર્કલ જરૂરિયાત, સ્ટ્રીટ લાઇટ ની નિભાવણી અને મોડેલ એસ્ટેટ બનાવવા અંગે તથા કેટલીક કેમિકલ યુક્ત ટેન્કરોને ભૂખી ખાડી માં કિનારે વોશોંગ ને કારણે ભૂખી નદી માં પ્રદૂષિત પાણી જવાની સંભાવનાઓ વિગેરે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિલાયત એસોસિયેશન, પરસ્ટ્રોપ ઇન્ડસ્ટ્રીઝના સહયોગ થી ભરૂચ ડિસ્ત્રીક્ટ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા તૈયાર કરેલ રસપ્રદ વાગરા તાલુકાના ૬૬ ગામો નો બેઝ લાઈન તેમજ સી. ઈ.આર, સી એસ. આર અંતર્ગત સરકાર અને ઉદ્યોગો આ ગામોની કાયાકલ્પ કેવી રીતે કરી શકે તે અંગે તૈયાર કરાયેલ અહેવાલનું પ્રેઝન્ટેશન કરાયું હતું અને આ વિશિષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ મીટિંગ માં વર્ષ ૨૦૨૨ - ૨૦૨૪ નાં ગાળા માટે નવા હોદ્દેદારોની નિમણુક કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે આશિષ ગર્ગ, યુનિટ હેડ ગ્રાસિમ, ઉપપ્રમુખ તરીકે અતુલ શર્મા ,યુનિટ હેડ જ્યુબિલન્ટ અને હરીશ જોષી, સુમંગલમ્ મહામંત્રી તરીકે મહેશભાઈ વશી, હેડ કલરટેક્ષ અને ખજનાચી તરીકે યોગેશભાઈ બોરોલે ની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

Latest Stories