ભરૂચ : કંથારિયા નજીક પાલિકાની હંગામી ડમ્પિંગ સાઈટથી ત્રસ્ત ગ્રામજનોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ...

કંથારિયા ગામે આવેલી આ હંગામી ડમ્પિંગ સાઈટની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે.

New Update
ભરૂચ : કંથારિયા નજીક પાલિકાની હંગામી ડમ્પિંગ સાઈટથી ત્રસ્ત ગ્રામજનોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ...

ભરૂચ નગરપાલિકાએ શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારિયા ગામ નજીક ખેતર ભાડે રાખ્યું હતું. આ હંગામી ડમ્પિંગ સાઈટ માત્ર 4 મહિના માટે લેવામાં આવી હતી, જ્યારે આજે 3 વર્ષ કરતા વધુ સમય થતા આસપાસના ગામના સરપંચો અને લોકોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો.

કંથારિયા ગામે આવેલી આ હંગામી ડમ્પિંગ સાઈટની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે. જેમાં તીવ્ર દુર્ગંધ અને બીમારીઓ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે આ ઘન કચરાને સળગાવવામાં આવે, ત્યારે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે. આવું વાતાવરણ નાગરિકો માટે નર્કાગાર સ્થિતિ સર્જે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગ્રામજનોને સમયાંતરે ડમ્પિંગ સાઇટ બંધ કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તારીખો પર તારીખો અને મહિનાઓ વીતી જતાં પણ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટ ન બંધ કરાતા ફરી એક વખત શરૂ કરવામાં આવી હતી.

જેને લઇ સ્થાનિક આગેવાનો, સરપંચો સહિતના લોકોએ ડમ્પિંગ સાઈટ પર જતા વાહનોને અટકાવી વિરોધ નોંધાયો હતો. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, વારંવાર આ ડમ્પિંગ સાઈટ બાબતે નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પાલિકાના સત્તાધીશો ગ્રામજનોની માંગણીઓ ઘોળીને પી જતાં ગ્રામજનોએ આજરોજ સવારથી જ ડમ્પિંગ સાઈટ પર જતા વાહનોને રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા સહિત ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Latest Stories