Connect Gujarat
ભરૂચ

ભરૂચ : "રોડ નહીં, તો વોટ નહીં"ના સૂત્રો સાથે નેત્રંગ-કાંટીપાડાના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર...

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામ નજીક ઝરણા ફોરેસ્ટ ફળિયાથી નેત્રંગને જોડતો માર્ગ ખાતમુહૂર્ત થયાના 15 વર્ષ બાદ પણ નિર્માણ પામ્યો નથી,

X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામ નજીક ઝરણા ફોરેસ્ટ ફળિયાથી નેત્રંગને જોડતો માર્ગ ખાતમુહૂર્ત થયાના 15 વર્ષ બાદ પણ નિર્માણ પામ્યો નથી, ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ આ વખતે વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું રણશિંગું ફૂંક્યું છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકથી 3-4 કિ.મી.ના અંતરે આવેલ કાંટીપાડા ગામના ઝરણા ફોરેસ્ટ ફળિયામાં જવા માટે ગામના ભગત ફળિયા તેમજ ઝરણા ગામને તાલુકા મથકને જોડતા સીધા માર્ગનું જિલ્લા સાંસદે વર્ષ 2007માં ખાતમુહૂર્ત કર્યું હતું. જોકે, ખાતમુહૂર્ત બાદ પણ 15 વર્ષનો સમયગાળો વિતી ગયો હોવા છતાં આજદિન સુધી આ માર્ગ નહીં બનતા ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. એટલું જ નહીં, આગામી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. ગામના સ્થાનિક આદિવાસી લોકોને માર્ગ નસીબ ન થતા ગ્રામજનોએ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના નિર્ણય સાથે બેનર મારી વિરોધ દર્શાવ્યો હતો.

Next Story