ભરૂચ : ઝઘડીયા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ, ટિકિટ રદ્દ કરવાની ઉગ્ર માંગ

ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત ટીપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

New Update
ભરૂચ : ઝઘડીયા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ, ટિકિટ રદ્દ કરવાની ઉગ્ર માંગ

રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિષે વિવાદિત ટિપ્પણી મામલે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત ટીપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજપારડી ચોકડી સ્થિત ભગવાન બિરસા મુંડા અને શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર પહેરાવી ઝઘડીયા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં અવાયું હતું. આ સાથે જ પરસોતમ રૂપાલાના વિરોધમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે તેવી ઝઘડીયા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

Latest Stories