Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાંચબત્તી સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો, વર્ષોની સમસ્યા હજી પણ યથાવત

દર વર્ષે ચોમાસામાં સેવાશ્રમ રોડ પર ભરાય છે પાણી સામાન્ય વરસાદમાં પણ રસ્તો બને છે જળબંબાકાર

X

ભરૂચ શહેરમાં સેવાશ્રમ રોડ પર વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો વર્ષોથી અંત આવતો નથી. સોમવારના રોજ વરસાદી ઝાપટામાં જ સેવાશ્રમ રોડ જળબંબાકાર બની જતાં રાહદારીઓ તથા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી...

ભરૂચ શહેરમાં દર વર્ષે ચોમાસા પહેલાં પ્રિમોનસુન કામગીરી કરવામાં આવે છે અને તેમાં કાંસો અને ગટરોની સફાઇ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે. દર વર્ષે પ્રિમોનસુન કામગીરી કરવામાં આવતી હોવા છતાં સેવાશ્રમ રોડ પર પાણીના ભરવાની સમસ્યાનો ઉકેલ આવતો નથી. સામાન્ય વરસાદમાં પણ સેવાશ્રમ રોડ પર પાણીનો ભરાવો થઇ જાય છે. પ્રિમોનસુન કામગીરી અંતર્ગત કાંસો તેમજ ગટરોની વ્યવસ્થિત સફાઇ કરવામાં આવતી નહિ હોવાથી આ સમસ્યા સર્જાતી હોવાનું સ્થાનિકો જણાવી રહયાં છે. નગરપાલિકાના સત્તાધીશો આ પરત્વે ધ્યાન આપી સમસ્યાનો કાયમી હલ લાવે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Next Story