ભરૂચ: પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો,દર્દીઓએ લીધો લાભ

ભરૂચના પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો જેમાં નિષ્ણાત તબીબોએ સેવાઓ પ્રદાન કરી હતી

New Update
ભરૂચ: પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો,દર્દીઓએ લીધો લાભ

ભરૂચના પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો જેમાં નિષ્ણાત તબીબોએ સેવાઓ પ્રદાન કરી હતી

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો. કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજિત આરોગ્ય મેળામાં વિવિધ રોગોના દર્દીઓનું નિષ્ણાત તબીબોએ નિદાન કર્યું હતું. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દર ગુરુવારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળા યોજાય છે. નિષ્ણાત તબીબો આરોગ્ય મેળામાં તબીબી સેવાઓ પ્રદાન કરે છે.સેવાનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય મેળામાં ૧૧ તબીબોએ તબીબી સેવાઓ પ્રદાન કરી હતી.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.