પશ્ચિમ બંગાળના TMCના નેતા દ્વારા મહિલાઓ સાથે કરાયેલી જાતિય સતામણીના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પશ્ચિમ બંગાળના TMCના નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકોએ પરગણા જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓની જાતિય સતામણી અને બળજબરીથી જમીન હડપવાના આક્ષેપો થયા હતા. આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષી ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાય રહ્યા છે. જોકે, હાલમાં તેમની ધરપકડ કરાય છે. પરંતુ ત્યાર બાદ પણ તેમના દ્વારા સતામણી કરાય હોય તેવી મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે. જેને લઈને વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવી સમગ્ર દેશમાં TMCના નેતા શેખ શાહજહાં સામે વિરોધના કાર્યક્રમો આપ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મમતા સરકારના રાજમાં મહિલાઓ સલામત ન હોય તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. બ્જહપના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોધાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા ઉપ પ્રમુખ દક્ષા પટેલ, મહિલા મોરચા પ્રમુખ પ્રફુલ્લા દૂધવાલા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.