Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નેશનલ હાઇવે પર હવે નહીં રહે ટ્રાફિકની સમસ્યા,જુઓ કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં શું કહ્યું

ભરૂચ સરદારબ્રિજથી ટોલ પ્લાઝા સુધીના માર્ગનું સમારકામ કામગીરીનું માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ કર્યું નિરીક્ષણ

X

ભરૂચ નજીક નેશનલ હાઇવે પર માર્ગના સમારકામની ચાલી રહેલ કામગીરીનું રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ નિરિક્ષણ કર્યું હતું અને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી ટ્રાફિકજામ માટે કુખ્યાત ભરૂચ નજીક નેશનલ હાઇવે પર કેબલ બ્રિજનું નિર્માણ થયા બાદ ટ્રાફિકજામની પરિસ્થિતી થોડી હળવી થઈ હતી જોકે સરદારબ્રિજથી ટોલ પ્લાઝા સુધીનો લગભગ એક કી.મી.નો માર્ગ બિસ્માર બનતા ફરીએકવાર ટ્રાફિકજામની પરિસ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે જેના પગલે આ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી આજરોજ આવી પહોંચ્યા હતા અને નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ કોન્ટ્રાકટર કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સાહિતના આગેવાનો પણ આ મુલાકાતમાં જોડાયા હતા. માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ બિસ્માર માર્ગ આર.સી.સી. તેમજ 3 માર્ગીય બનાવવા અધિકારીઓને સૂચના આપી હતી સમગ્ર બાબતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ કનેક્ટ ગુજરાત સાથે વિશેષ વાતચીત કરી હતી અને વિવિધ માર્ગોના સમારકામની ખાતરી આપી હતી

Next Story