ભરૂચ : AAP દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરાયો, કહ્યું બિસ્માર સરકારી શાળાના ફોટો અમને શેર કરો...

આમ આદમી પાર્ટી દ્વારા ખાસ વ્હોટ્સએપ નં. 9512040404 જાહેર કરાયો બિસ્માર શાળાના ફોટો-વિડીયો શેર કરવા અપીલ

New Update
ભરૂચ : AAP દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરાયો, કહ્યું બિસ્માર સરકારી શાળાના ફોટો અમને શેર કરો...

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં શિક્ષાક્રાંતિ અને વિવિધ પ્રજાલક્ષી મુદ્દાઓને લઈ જિલ્લા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાય હતરી. આવનારી વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓમાં બાકી રહ્યા છે, ત્યારે દરેક પક્ષ દ્વારા જનતાનો પ્રતિસાદ મેળવવા માટે કવાયતો હાથ ધરવામાં આવી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતભરની જનતાને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દિલ્હી બાદ પંજાબમાં પણ વિજય મેળવી દેશભરમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવી છે, ત્યારે આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં પણ આમ આદમી પાર્ટી લડાયક મૂડમાં જોવા મળી છે.

Advertisment

આગામી દિવસોમાં પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત દરમ્યાન મીડિયા તથા સોશીયલ મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારી શાળાની હકિકત રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે આપ પાર્ટી દ્વારા વોટ્સએપ નંબર 9512040404 જાહેર કરી ગુજરાતની જનતા પોતાના ગામની, શહેરની, મહોલ્લાની કે, વિસ્તારની બિસ્માર સરકારી શાળાના ફોટો અને વીડીયો મોકલવા આહવાન કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી ગુજરાતની સ્કૂલોની ખખડધજ હાલત અને કથળેલી શિક્ષણ વ્યવસ્થાની ખરી વાસ્તવિકતા વડાપ્રધાન સુધી પોહોંચાડી શિક્ષણ સ્તર ઊંચું લાવી શકાય તેમ છે. સમગ્ર બેઠક દરમ્યાન ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ, સંગઠન મંત્રી અનિલ પારેખ, જિલ્લા ઉપપ્રમુખ મુન્નાભાઈ, જિલ્લા મહિલા ઉપપ્રમુખ નિશાબે મોલવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories