ભરૂચ: જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ ક્યારે? પૂર્વ MLA દ્વારા આરોગ્ય મંત્રીને લખવામાં આવ્યો પત્ર

જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી

ભરૂચ: જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ ક્યારે? પૂર્વ MLA દ્વારા આરોગ્ય મંત્રીને લખવામાં આવ્યો પત્ર
New Update

જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી

જંબુસર નગરમાં ગરીબ અને જરૂરિયાત મંદ માટે માત્ર અને માત્ર એક સરકારી રેફરલ હોસ્પિટલ આવેલ છે ઓપીડી ની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે અને આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. દર્દીઓને વધુ સારી ઝડપી સેવા મળી રહે તે માટે લાખોના ખર્ચે નવીન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનવાની છે. પરંતુ આ હોસ્પિટલ નું કયા કારણોસર ઉદ્ઘાટન કરવામાં આવતું નથી, કેમ વિલંબ થઈ રહ્યો છે તે જનમાનસમાં ચર્ચાનો વિષય બન્યો છે.જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા પણ અગાઉની ટર્મમાં હોસ્પિટલનો પ્રારંભ કરાવવા ધ્યાન દોરેલું હતું. તેમ છતાંય હોસ્પિટલનો પ્રારંભ ન થતા ફરી માજી ધારાસભ્ય દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરી છે અને હોસ્પિટલનું વહેલામાં વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે આવે એવી માંગ કરવામાં આવી છે

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #Jambusar #letter #Former MLA #District Hospital
Here are a few more articles:
Read the Next Article