ભરૂચ: વાલિયા તાલુકાના સિલુડી ગામ પાસે નિર્માણ પામનાર મેમર્સ મેટાબોલ્ટ કંપની સામે વિરોધનો વંટોળ,જુઓ શું કહી રહ્યા છે ગ્રામજનો

સિલુડી ગામ નજીક મેમર્સ મેટાબોલ્ટ કંપની બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ લોકસુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો

New Update
ભરૂચ: વાલિયા તાલુકાના સિલુડી ગામ પાસે નિર્માણ પામનાર મેમર્સ મેટાબોલ્ટ કંપની સામે વિરોધનો વંટોળ,જુઓ શું કહી રહ્યા છે ગ્રામજનો

ભરૂચના વાલિયા તાલુકાનાં સિલુડી ગામ નજીક મેમર્સ મેટાબોલ્ટ કંપની બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ લોકસુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલ લોક સુનાવણીમાં અનેક ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના વાલિયા નજીકના સિલુડી ખાતે આ લોક સુનાવણી યોજાઇ હતી.જેમાં કાળા વાવટા લઇ સ્થાનિક ગામના લોકોએ સુનાવણી સભા સ્થળે ધસી જઈ ભારે સૂત્રોચ્ચાર,બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.વાલીયાના સિલુડી ગામ પાસે મેમર્સ મેટાબોલ્ટ કંપની ની TSDF સાઇટ આવવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ ઉપર અસર પહોંચશે તેવા આક્ષેપ સ્થાનિક ગામના લોકોએ કર્યા હતા.સાથે જ આજે યોજાયેલી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની લોકસુનાવણી દરમિયાન કંપનીની કામગીરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે પણ દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી.

Latest Stories