/connect-gujarat/media/post_banners/20a6d28512b1df1c9cb97f77e563c986a6b4ee7f4af8ef62bd007d9e0702e562.jpg)
આવતીકાલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થવા થઈ રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે માતાજીના મંદિરો ખુલ્લા રહેતા હોય છે. પરંતુ ભરૂચના ઓસારા મહાકાળી માતાનું મંદિર બંધ રહે છે. માત્ર ચૈત્રી આઠમે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. તો જુઓ અમારા અહેવાલમાં ઓસારા મહાકાળી મંદિરનો અનેરો મહિમા...
ભરૂચ જિલ્લામાં અનેક તહેવારો અને ઉત્સવો સાથે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે. આવતીકાલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં માતાજીની ભક્તિમાં માઈભક્તો લીન થતાં હોય છે. માતાજીના અનેક મંદિરો ભક્તો માટે ખુલ્લા રહેતા હોય છે. પરંતુ ઓસારા વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ચૈત્રી સાતમના દિવસ સુધી બંધ રહ્યા બાદ આઠમના દિવસે યોજાતા હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડે છે.
ભરૂચ તાલુકાના નેશનલ હાઇવે નંબર 48થી 7 કિલોમીટરના અંતરે આવેલા ઓસારા વિશ્વશાંતિ મહાકાળી માતા મંદિરનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીમાં પણ ઓસારા મંદિર મંગળવાર અને આઠમના દિવસે જ દર્શન માટે ખુલ્લું રાખવામા આવે છે. હજારો ભક્તો માતાજીના દર્શન માટે અહી પગપાળા પણ આવતા હોય છે. મહાકાળી માતા પાવાગઢથી આસો નવરાત્રીમાં આવ્યા હોવાની લોકવાયકા છે, તેથી ચૈત્રી નવરાત્રીની આઠમે મહાકાળી માતાનું આ મંદિર માનવ મહેરામણથી ઉભરાયેલું જોવા મળે છે.