Connect Gujarat
ભરૂચ

ભરૂચ:અંકલેશ્વર ઉધોગ મંડળની મદદથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સીટીનો પ્રારંભ, યુવાનો માટે ખુલશે રોજગારીની તક

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સહયોગથી સરકાર દ્વારા કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેની મદદથી યુવાનો માટે રોજગારીની નવી તકનું નિર્માણ થશે.

X

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સહયોગથી સરકાર દ્વારા કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેની મદદથી યુવાનો માટે રોજગારીની નવી તકનું નિર્માણ થશે.

એશિયાની નંબર વન GIDC અંકલેશ્વર ખાતે નવા શૈક્ષણિક સત્રથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સીટીની શરૂઆત થઈ રહી છે. આજે શુક્રવારે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કે.એસ.યુ. ના ડિરેકટર જનરલ આઈ.એ.એસ. ડો. અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.અંકલેશ્વર ઉધોગ મંડળના હોલ ખાતે ઉધોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માએ કૌશલ્ય સ્કિલ યુનિવર્સીટીન અભ્યાસક્રમોનો આરંભ કરાયો હતો.પેહલા વર્ષે અંકલેશ્વર એ.આઈ.એ.ના સહકારથી કે.એસ.યુ.માં 7 યુજીના કોર્સ ઓફર કરાયા છે. જેમાં પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફટી, એન્વાયરમેન્ટ ટેકનોલોજી એન્ડ મેનજમેન્ટ, ડિપ્લોમા ઇન ગુડ્ઝ એન્ડ સર્વિસ પ્રેક્ટિસ, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, પ્લાન્ટ એન્ડ ડાયઝ એન્ડ કેમિકલ્સ, લેબર લોઝ એન્ડ પ્રેક્ટિસમાં પ્રેવશ આપવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે.

Next Story