/connect-gujarat/media/post_banners/7cd640c3ec76d3d0305fe6aaf82eafe3e203d665ae1a5cfe07eda052f383d4ee.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અનોર ગામે કાચા મકાનની દીવાલ ધસી પડતાં મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે દોઢ વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો હતો, તો પતિને ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચના આમોદ તાલુકાના અનોર ગામે નવી નગરીમાં રહેતા સુરેશ ઉદેસંગ વસાવાનો પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો. તે દરમ્યાન તેમના કાચા મકાનની દીવાલ અચાનક ધસી પડતાં પરિવારના સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેમાં સુરેશ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની દોઢ વર્ષીય બાળકી ખુશીનો આબાદ બચાવ થયો હતો. પરંતુ તેમની પત્ની સેજલ વસાવાનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ આમોદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.