ભરૂચ : સેવાશ્રમ હોસ્પિટલમાં ઓપરેશન વેળા મહિલાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો પરિવારે કર્યો આક્ષેપ..!

સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગર્ભાશયની કોથળી સાફ કરાવવા ગયેલી મહિલાનું આચનક મોત નિપજતા મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલની ગંભીર હોવાનો આક્ષેપ કર્યો હતો.

New Update
ભરૂચ : સેવાશ્રમ હોસ્પિટલમાં ઓપરેશન વેળા મહિલાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો પરિવારે કર્યો આક્ષેપ..!

ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગર્ભાશયની કોથળી સાફ કરાવવા ગયેલી મહિલાનું આચનક મોત નિપજતા મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલની ગંભીર હોવાનો આક્ષેપ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના અયોધ્યાનગરના સ્લમ વિસ્તારમાં રહેતા જાદવ ચારોલીયા પોતાના પરિવાર સાથે રહે છે. તેમના લગ્નગાળાના સમયમાં 3 સંતાનો છે. જોકે, તેમના પત્ની રીના તેમની નણંદ અજંતા સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં ગર્ભાશયની કોઠળી સાફ કરાવવા માટે હતા, જ્યાં ઓપરેશન કરવાનું હોય જેથી દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તબીબ દ્વારા ઈન્જેક્શન આપ્યા બાદ તેમની હાલત ઘણી જ ગંભીર બની જેથી તબીબોએ તેમને ICUમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યા હતા. આ મામલે પરિવારજનોએ હોસ્પિટલના તબીબો પર આક્ષેપો કર્યા હતાં કે, તેમની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ, સેવાશ્રમ હોસ્પિટલના ટ્રસ્ટી કિરણ ઠાકોરે જણાવ્યું હતું કે, મહિલાના મોત પાછળ હોસ્પિટલની કોઈપણ બેદરકારી નથી. મહિલાને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા બાદ તેનું કુદરતી રીતે મોત થયું હતું. જોકે, મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે, ત્યારે હાલ તો એ’ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા સાથે આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories