/connect-gujarat/media/post_banners/e5ab5b2769840dbcc373c693f192a0b43f63765e64285233a2458dacd0e213ef.jpg)
પાલિકાના વોર્ડ નંબર 1માં વિકાસ કાર્યનો શુભારંભ
3 આરસીસી રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વોર્ડના નગરસેવક સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેરમાં નગરપાલિકાએ ચોમાસા બાદ વિકાસના કામોની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે આજ રોજ વોર્ડ નંબર 1માં આવેલ મનુબર ચોકડી પાસે અહમદનગર સોસાયટીમાં 3 આરસીસી રોડની અંદાજીત રૂ. 6 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે. આ માર્ગોની સ્થાનિક પાલિકા સભ્ય સલીમ અમદાવાદીના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાય હતી, જ્યારે આગામી દિવસોમાં વોર્ડ નંબર 1માં 22 જેટલાં લોકભાગીદારીના કામો અંદાજે રૂ. 76થી 80 લાખના ખર્ચે થનાર છે. જેના વર્ક ઓડર આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટરને આપીને કામોની શરૂઆત કરવામાં આવશે. આ પ્રસંગે જુલ્ફીકાર સિરાજ, ઝાકીરભાઈ, મુસ્તાકભાઈ, અશમાબેન સોસાયટીના પ્રમુખ અને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.