/connect-gujarat/media/post_banners/9dd25dbd48f160a561672552cfca51efdee0950036abee47a4259a785827d33e.jpg)
જેટકો કર્મચારી અને ઇજનેરોએ પડતર પ્રશ્નો સંદર્ભે વર્ક-ટુ-રૂલ આંદોલનની શરૂઆત કરી ભરૂચ ખાતે સુત્રોચ્ચારો સાથે દેખાવો કર્યા હતા, જ્યાં સમાધાન ન થાય તો આગામી તા. 28મીથી અચોક્કસ મુદ્દતે હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જેટકોના કર્મી અને ઇજનેરોના પ્રશ્ન અંગે જીઇબી એન્જિનિયર્સ એસો. દ્વારા જેટકો મેનેજમેન્ટને નોટિસ પાઠવ્યા બાદ ભરૂચ ઓફિસ ખાતે બેનરો અને સત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ સાથે વર્ક-ટુ-રૂલથી આંદોલનનો પ્રારંભ કરાયો છે. જેટકોના 6 હજાર પૈકી 5 હજાર ઇજનેરોએ તા. 27મીની માસ સીએલ મુકી છે. જે બાદ ફફડી ઊઠેલા મેનેજમેન્ટે તા. 26 જૂને બેઠક બોલાવી છે. એસોસીએશનના અગ્રણીએ જણાવ્યુ હતું કે, તા. 27મીએ સીએલ અને 28મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ રાખવામાં આવશે. જેમાં બિન કાયદે પ્રમોશન ઓર્ડર રદ્દ કરવા, અધિકૃત નોમ્સ મુજબ નવા સ્ટાફની ભરતી તેમજ સર્કલ ઝોન ડિવિઝન ઈત્યાદી નવા યુનિટની મંજૂરી સહિતની માંગ અંગે રજૂઆત કરવામાં આવી છે. વિવિધ પડતર માંગણીઓ