ભરૂચ:ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ મહોત્સવ યોજાયો, ટ્રેનિંગ લેનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રેનીંગ લેનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

New Update
ભરૂચ:ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ મહોત્સવ યોજાયો, ટ્રેનિંગ લેનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રેનીંગ લેનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

યોગના પ્રચાર પ્રસારના ભાગરૂપે ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્લેક્સ ખાતે યોગ મહોત્સવની ઉજવણી થઈ હતી. જેમાં યોગની તાલીમ લેનાર ૬૦થી વધુ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.આ યોગ મહોત્સવની ઉજવણી પ્રસંગે ગુજરાત યોગ બોર્ડના સ્ટેટ કોર્ડીનેટર રાજેશ પંચાલ, સાઉથ ઝોન કોર્ડીનેટર સ્વાતિબેન ધાનાની, જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રેશન ક્લબના ઉપ પ્રમુખ તૃપ્તિબેન અમીન, મંત્રી દક્ષેશ પંચોલી, પ્રો વિશાલ દોશી, સિનિયર મેનેજર કમલેશભાઈ ઠક્કર, ભાજપ રમત ગમત સેલના સહ કન્વીનર પ્રશાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં ગુજરાત યોગ બોર્ડના નેજા હેઠળ અને કોર્ડીનેટર ભાવિનીબેન ઠાકરના માર્ગદર્શન તેમજ કોચ અર્પણા બિલોરે, કિરણબેન જોગીદાસ દ્વારા યોગની તાલીમ લેનાર ૬૭ થી વધુ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ સાથે અલગ અલગ ગ્રુપ દ્વારા નૃત્યની કૃતિઓ રજૂ કરાઈ હતી.

Latest Stories