ભરૂચ યુવા ભાજપ મોરચા દ્વારા કસક સર્કલ પાસે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પૂતળાનું દહન કરાયું

ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તેઓનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો

ભરૂચ યુવા ભાજપ મોરચા દ્વારા કસક સર્કલ પાસે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પૂતળાનું દહન કરાયું
New Update

કાશ્મીરી પંડિતો પર ૩૨ વર્ષ પહેલા થયેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન બાદ સોશયલ મીડિયા પર લોકો તેમની ઝાટકણી કાઢી રહ્યા છે. તેવામાં ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તેઓનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.

કેજરીવાલે ગઈકાલે વિધાનસભામાં આ ફિલ્મને જુઠ્ઠાણુ ગણાવી હતી અને સાથે સાથે કહ્યુ હતુ કે, જો ફિલ્મ નિર્માતા એવુ કહેતા હોય કે આ ફિલ્મને વધારે લોકો જોઈ શકે તે માટે દિલ્હીમાં ટેક્સ ફ્રી કરવામાં આવે તો ખરેખર તો ધ કાશ્મીર ફાઈલ્સને યુ ટ્યુબ પર મુકી દેવી જોઈએ. જેથી બધા મફતમાં જોઈ શકે તેવા નિવેદન બાદ ગુજરતભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લા યુવા ભાજપ દ્વારા પણ કસક સર્કલ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં હાથમાં પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરી અરવિંદ કેજરીવાલનું પૂતળું બનાવી દહન કરવામાં આવ્યું હતું.

આ બાબતે ભરૂચ જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે સરદાર પટેલ સાહેબની કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અંગે પણ આપેલ પ્રતિભાવથી ગુજરાતીઓનું અપમાન ગણાવી સખ્ત શબ્દોમા ઝાટકણી કાઢવામાં આવી હતી.

આ પૂતળા દહનમાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,જીલ્લા ભાજપ મંત્રી નિશાંત મોદી,યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણ અને શક્તિસિંહ પરમાર,શહેર યુવા પ્રમુખ મિહિર સોલંકી,ભરૂચ તાલુકા યુવા પ્રમુખ જયદેવ પટેલ,ભરૂચ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ઉપપ્રમુખ નિનાબેન યાદવ સહિત યુવા મોરચાના હોદ્દેદારો અમે કાર્યકરો જોડાયા હતા.

#Bharuch #Gujarat #Delhi #BJP #The Kashmir Files #New Movies #Kasak Circle #Chief Minister Kejriwal
Here are a few more articles:
Read the Next Article