ભરૂચ : વાગરા-ગ્રાસિમ કંપનીમાં પ્લાન્ટ સુપરવાઈઝરના ટોર્ચરથી યુવાને જીવન ટુંકાવ્યું, પોલીસે તપાસ શરૂ કરી...

મૃતક યુવાને આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખીને મનજીત સિંઘ દ્વારા અનહદ ટોર્ચર કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે.

ભરૂચ : વાગરા-ગ્રાસિમ કંપનીમાં પ્લાન્ટ સુપરવાઈઝરના ટોર્ચરથી યુવાને જીવન ટુંકાવ્યું, પોલીસે તપાસ શરૂ કરી...
New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના ફાઈબર ડિવિઝનના ઓક્ઝીલરી પ્લાન્ટમાં નોકરી કરતા આશાસ્પદ યુવાને કંપની પરિસરમાં ગળે ફાંસો ખાઇ લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના વાગરા-વિલાયત GIDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમના ફાઈબર ડિવિઝનના ઓક્ઝીલરી પ્લાન્ટમાં ભરૂચ તાલુકાના તવરા ગામે રહેતા રાજેશ ગોહીલ નામના યુવાને પ્લાન્ટ સુપરવાઈઝર મનજીત સિંઘના દબાણથી કંટાળીને કેન્ટીનની પાછળના ભાગે ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૃતક યુવાને આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખીને મનજીત સિંઘ દ્વારા અનહદ ટોર્ચર કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. સેફ્ટી વગર કામ કરવા દબાણ કરાતું હોવાના પણ સણસણતા આક્ષેપ કર્યા છે. જેના કારણે જ ભૂતકાળમાં પણ અનેક જાનહાનિના બનાવો પણ બન્યા છે. ગેસ છૂટવાની ઘટના અને તેનાથી કામદારોને થતાં નુકશાન અંગેનો પણ ઉલ્લેખ કરાયો છે.

સક્ષમ ન હોવા છતાં ક્ષમતા કરતા વધારે કામ કરાવતા હોવાના આક્ષેપ કરી જીવન ટુંકાવી લીધું છે. સમગ્ર ઘટના અંગે વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, મૃતક યુવાનના પરિજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહનો અસ્વીકાર કરવાની તૈયારી બતાવતા કંપની મેનેજમેન્ટનો પરસેવો છૂટી ગયો હતો. અંતે મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી વિવિધ માંગણીઓ સંતોષાતા મૃતકના પરિજનોએ પાર્થિવ દેહની અંતિમ વિધિ શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે, કંપનીની વારંવારની બેદરકારી સામે આવતા નોકરી કરતા અન્ય લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.

#Bharuch #GujaratConnect #ગ્રાસિમ કંપની #Grasim Company #Grasim Company Vagra #Suicide News #આપઘાત #સ્યુસાઈડ નોટ #સ્યુસાઈડ
Here are a few more articles:
Read the Next Article