ભરૂચ: ઝઘડિયાના મોટા વાસણા ગામે પતંગ ચગાવતી વખતે યુવાન છાપરા પરથી નીચે પટકાયો, સારવાર અર્થે ખસેડાયો

ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામે પતંગ ચગાવતી વખતે છાપરા ઉપરથી નીચે પડતાં યુવાન ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

New Update
ભરૂચ: ઝઘડિયાના મોટા વાસણા ગામે પતંગ ચગાવતી વખતે યુવાન છાપરા પરથી નીચે પટકાયો, સારવાર અર્થે ખસેડાયો

ભરૂચના ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામે પતંગ ચગાવતી વખતે છાપરા ઉપરથી નીચે પડતાં યુવાન ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામે એક યુવાન પતંગ ચગાવવા માટે છાપરા પર ચઢેલો હતો તે દરમિયાન પતંગ ચગાવતી વખતે છાપરા ઉપરથી નીચે પડી જતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામે વસાવા ફળિયામાં રહેતા રતિલાલ દિનેશભાઈ વસાવા ઉમર વર્ષ ૩૦ છાપરા ઉપરથી પતંગ ચગાવતા નીચે પડી જતાં તેઓને માથાના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ પોહચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉમલ્લાથી વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્તને રાજપીપળા ખસેડવામાં આવ્યો છે.

Advertisment