ભરૂચ : પોલીસ બનવા માટે યુવાઓની તનતોડ મહેનત, 10 સ્થળોએ અપાશે તાલીમ

પોલીસ બનવાના શમણાને સાકાર કરવા માટે યુવક અને યુવતીઓ આકરી મહેનત કરી રહયાં છે.

ભરૂચ : પોલીસ બનવા માટે યુવાઓની તનતોડ મહેનત, 10 સ્થળોએ અપાશે તાલીમ
New Update

ગુજરાત રાજયમાં પોલીસ વિભાગે પીએસઆઇ તથા એલઆરડીની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ બનવાના શમણાને સાકાર કરવા માટે યુવક અને યુવતીઓ આકરી મહેનત કરી રહયાં છે.

ભારતીય સૈન્ય અને પોલીસ વિભાગમાં નોકરી મેળવવી એ સૌ કોઇનું સ્વપ્ન હોય છે. હાલમાં ગુજરાત પોલીસ વિભાગમાં હાલ પીએસઆઇ તથા લોકરક્ષકની ભરતી નીકળી છે. પીએસઆઇ અને એલઆરડી બનવા માટે 10 લાખ કરતાં વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભરૂચ જિલ્લામાં પણ ઉમેદવારોને તાલીમ મળી રહે તે માટે 10 મેદાનો ફાળવવામાં આવ્યાં છે. કનેકટ ગુજરાતની ટીમ ભરૂચના કાળી તલાવડી સ્થિત મેદાન ખાતે પહોંચી હતી અને ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.

ગુજરાતના યુવાનોમાં એલઆરડી તથા પીએસઆઇની ભરતીને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટે યુવક અને યુવતીઓ પરસેવો પાડી રહયાં છે. ભરૂચમાં ઉમેદવારોને તાલીમ આપવા માટે વિજયસિંહની નિમણુંક કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં જે પ્રમાણે તાલીમ આપવામાં આવે તે પ્રકારે જ ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ-રાત ફરજ બજાવતાં હોય છે. પોલીસ સ્ટેશનોમાં ફાળવવામાં આવેલા મહેકમની સામે કર્મીઓની ઓછી સંખ્યાથી સ્ટાફ માનસિક તણાવ અનુભવતો હોય છે. આવા સંજોગોમાં રાજય સરકારે ભરતીનો મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. રાજયના નવનિયુકત ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉમેદવારોને સતત પ્રોત્સાહિત કરી રહયાં છે. કનેકટ ગુજરાતની ટીમ પણ દરેક ઉમેદવારો સફળતાના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવે છે.

#Bharuch #ConnectGujarat #Gujarati News #Police Bharti #LRD Exam #ભરૂચ #LRD Exam Practice #LRD Ground #LRD Bharti #LRD Talim
Here are a few more articles:
Read the Next Article