ભરૂચ : ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા આમોદ ખાતે 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમ યોજાયો...

આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા આમોદ ખાતે 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમ યોજાયો...

મીસકોલ કરી મોટી સંખ્યામાં યુવાનો 'યુવા જોડો અભિયાન'માં જોડાય તેવા હેતુ સાથે ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણે યુવા જોડો અભિયાન અંતર્ગત હાજર રહેલા 18થી 35 વર્ષના યુવાનોને મીસકોલ કરાવી ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવ્યા હતા. પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ જન્મજયંતિથી લઈને બુદ્ધપૂર્ણિમા સુધી રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ વસંત પરમારે સરકારની કલ્યાણકારી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. પ્રદેશ મંત્રી દિનેશ રોહિતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો 100મો કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાત મોરચાના મીડિયા સેલના સંયોજક રાજેન્દ્ર સુતરિયાએ કોંગ્રેસ દ્વારા ડૉ. આંબેડકરની કરાયેલી અવગણના તેમજ ભાજપ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરને અપાયેલા માન-સન્માન વિશે વિગતે જણાવ્યું હતું. આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જીલ્લા પ્રમુખ ચન્દ્રકાંત જંબુસરીયા, મોરચાના જીલ્લા મંત્રી કમલેશ મકવાણા, ભરૂચ જીલ્લા મંત્રી ઊર્મિલા પઢીયાર, જંબુસર તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિ અધ્યક્ષ હેમાલતા પરમાર, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, ડૉ. પ્રવિણસિંહ રાઉલજી, આમોદ તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ રાજ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ સહિતના ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories