ભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ.838 કરોડના બજેટને આપવામાં આવી મંજૂરી

જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભામાં વર્ષ-2024-25નું રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

ભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ.838 કરોડના બજેટને આપવામાં આવી મંજૂરી
New Update

ભરૂચ જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભામાં વર્ષ-2024-25નું રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,ડી.ડી.ઓ પંકજ જોશી અને ઉપ પ્રમુખ આરતી પટેલની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી.જેમાં બસની સરખામણીએ આ વખતે ભરૂચ જિલ્લા પંચાયતનો સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી સગવડતા વાળું વિકાસલક્ષી પ્રજાલક્ષી બનાવ્યું છે દરેક સમિતિ શિક્ષણ સમિતિ આરોગ્ય સમિતિ તેમાં પણ વધારો કરી ક્ષેત્ર વિવિધ સમિતિઓ પણ વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિતનું 2024-25નું બજેટ 838.15 છે.જેમાં સ્વભંડોળ 22.66 કરોડનું છે.પંચાયત વિકાસ સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડ લાઈન મુજબના કામોમાં ગત વર્ષે 6.25 કરોડની જોગવાઈ કરી હતી તેમાં 8 કરોડની જોગવાઈ,આરોગ્ય ક્ષેત્રે 2.31 કરોડની જોગવાઈ અને પશુ પાલનમાં 5 લાખથી વધુ વધારાની જોગવાઈ,જાહેર બાંધકામ 6.98 કરોડ હતી તેમાં 7.31 કરોડની જોગવાઈ,સમાજ કલ્યાણ ક્ષેત્રે 62 લાખની જોગવાઈ,નાની સિંચાઈમાં ગત વર્ષે 28 લાખ હતી જેમાં 44.05 લાખની જોગવાઈ, શિક્ષણ ક્ષેત્રે 8.07 લાખ હતી જેમાં 16.60 લાખની જોગવાઈ,કુદરતી આફત સહિતમાં 75 લાખની જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે આવક સ્ત્રોત માટે જિલ્લા પંચાયતની ટીમ સતત કાર્યરત હોવા સાથે હરિ રતન કોમ્પ્લેક્ષ,નર્મદા પાર્ક અને હોડી ઘાટમાંથી સારી આવક મળી હોવા સાથે આ બજેટ વિકાસ લક્ષી અને પ્રજાલક્ષી હોવાનું પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ જણાવ્યું હતું.

#Bharuch #Gujarat #CGNews #Zilla Panchayat #General Assembly #budget
Here are a few more articles:
Read the Next Article