/connect-gujarat/media/post_banners/148e6da084762924cea92e00502d7699ffef4774b08065b6dc0764f28aca8ab0.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય હતી. આ રક્તદાન શિબિરમાં યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જશું ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.