Connect Gujarat
ભરૂચ

ભાજપનો 44મો સ્થાપના દિવસ : ભરૂચ-અંકલેશ્વરમાં ભાજપના કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી ભવ્ય ઉજવણી કરી...

ભાજપનો પાયો 6 એપ્રિલ 1980ના રોજ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને લા કૃષ્ણ અડવાણીએ એકસાથે નાખ્યો હતો.

X

ભાજપની રાજકીય સફરને 44 વર્ષ પૂર્ણ થયા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ તા. 6 એપ્રિલ 1980ના રોજ ભાજપ પક્ષની સ્થાપના કરી હતી. ભાજપનો પાયો 6 એપ્રિલ 1980ના રોજ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને લા કૃષ્ણ અડવાણીએ એકસાથે નાખ્યો હતો.

અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા. જે બાદ 1984ની ચૂંટણીમાં ભાજપના માત્ર 2 સાંસદો જીત્યા હતા. આ પછી પણ પાર્ટીએ પોતાને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. આજે જોવા જઈએ તો દેશ નહીં પરંતુ વિશ્વમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવી છે, ત્યારે આજે ભાજપના 44મા સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ પક્ષ દ્વારા દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે આજરોજ ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી પક્ષનો ઝંડો ફરકાવી પાર્ટીના સ્થાપના દિનની ઉજવણી કરી હતી.

Next Story