Connect Gujarat
ભરૂચ

ગુજરાતની ચૂંટણીમાં BTP-JDUના ગઠબંધનની જાહેરાત, જુઓ આદિવાસી નેતા છોટુ વસાવાએ શું કહ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.

X

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા પહેલા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું જો કે બાદમાં સીટની વહેચણી બાબતે ડખો થતા બાદમાં ગઠબંધન અધવચ્ચેથી જ તૂટી ગયું હતું ત્યારે હવે બારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા નિતિશ કુમારના જનતા દળ સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.

છોટુ વસાવા દ્વારા ઘણા વર્ષો અગાઉ જનતા દળના નામે જ રાજકીય સફરની શરૂઆત કરવામાં આવી હતી જો કે ત્યાર બાદ તેઓએ જાતે ભારતીય ટ્રાયબલ પારી નામે નવી પક્ષ બનાવવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર તેઓ તેમના જૂના જોગી સાથે આ ચૂંટણીમાં પરત ફરી રહ્યા છે.

Next Story