Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ચૈતર વસાવાના પ્રચાર વેળા કોસમડી ગામે ભાજપ-AAPના કાર્યકરો વચ્ચે ધીંગાણું, 2 લોકો ગંભીર

કોસમડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો

અંકલેશ્વર : ચૈતર વસાવાના પ્રચાર વેળા કોસમડી ગામે ભાજપ-AAPના કાર્યકરો વચ્ચે ધીંગાણું, 2 લોકો ગંભીર
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કોસમડી ગામ ખાતે ભરૂચ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત તેમજ નામાંકન પત્રો રજૂ કરતાની સાથે જ તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર-પ્રસારની કામગીરીમાં લાગી ગયા છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થતાં ઈન્ડિયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, કોસમડી ગામ ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે કરવામાં આવેલ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ધીંગાણું સર્જાયું હતું. ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે હોબાળો મચ્યો હતો. જેમાં કોસમડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જોકે, સામસામે હુમલો થતાં 2 યુવકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્ને યુવાકોને પ્રથમ સારવાર અર્થે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ ખુદ ઇજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યારે હાલ તો સમગ્ર મામલે અંકલેશ્વર GIDC પોલીસે ફરિયાદ નોંધવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story