ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો, આમોદને બાદ કરતાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગત સાંજથી વરસાદે રમઝાટ બોલાવી છે.

New Update

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી આજથી 9મી જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે જિલ્લામાં છેલ્લાં ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં 9 તાલુકાઓ પૈકી 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રાત્રી દરમ્યાન વરસેલા સારા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ફાંટા તળાવના આસપાસ ઘરમાં પાણીના નિકાલની સમસ્યાઓ નજરે પડી હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 12 મીમી વરસાદ ખાબક્યો છે.જિલ્લામાં તાલુકાવાર વરસાદના આંકડાઓ ઉપર નજર કરીએ તો આમોદમાં હાલ વરસાદ પડ્યો નથી, અંકલેશ્વરમાં 2 મીમી, ભરૂચમાં 9 મીમી, હાંસોટમાં 12 મીમી, નેત્રંગમાં 4 મીમી, વાગરામાં 3 મીમી, વાલીયામાં 4 મીમી,જંબુસરમાં 1 મીમી અને ઝઘડીયામાં 2 મીમી વરસાદ નોંધાયો છે.

Latest Stories