ભારત દેશ હાલમાં ઘણી ઊંચાઈ સર કરી રહ્યો છે. જેની સમગ્ર વિશ્વના દેશો નોંધ લઈ રહ્યા છે, જ્યારે હાલમાં NCCના 75 વર્ષ પૂર્ણ થતા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે ગુજરાત NCC ગ્રૂપની 12 ગર્લ્સ કેડેટ્સ દ્વારા આ સંદેશો ભારતના દરેક રાજ્યોમાં પહોંચાડવાની નેમ સાથે ગત તા. 8મી ડિસેમ્બરથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની 3,032 કિમીની સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ સાયકલ યાત્રામાં 32 દિવસોમાં તા. 21મી જાન્યુઆરી 2024ના રોજ દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પૂર્ણ થનાર છે, ત્યારે આ યાત્રા તમિલનાડુ, કેરાલા, કર્ણાટકા, ગોવા, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં પ્રવેશી હતી. આ સાયકલ યાત્રા ગતરોજ સાંજના સમયે ભરૂચની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે આવી પહોંચતા NCCના ક્રેડેટ્સ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું, જ્યારે આજે આ યાત્રાને આગળ ધપાવવા માટે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવી હતી. કલેક્ટર તુષાર સુમેરાએ તમામ કેડેટ્સોની મુલાકાત લઈ તેમના જુસ્સાને વધારી આગામી યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી.
કન્યાકુમારીથી દિલ્હી સુધીની ગુજરાત NCC કેડેટ્સની સાયકલ યાત્રાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત કરાયું...
ભારત દેશ હાલમાં ઘણી ઊંચાઈ સર કરી રહ્યો છે. જેની સમગ્ર વિશ્વના દેશો નોંધ લઈ રહ્યા છે
New Update