ભરૂચ:બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન,ત્રણ પેનલ વચ્ચે જંગ

બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન યોજાયુ હતું જેમાં ત્રણ પેનલ વચ્ચે જંગ જામ્યો

New Update
ભરૂચ:બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન,ત્રણ પેનલ વચ્ચે જંગ

ભરૂચ બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન યોજાયુ હતું જેમાં ત્રણ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો ભરૃચ બાર એસોસીએશનની ચૂંટણી માટેનું મતદાન ઉત્તેજના અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું હતું.જેમાં ત્રણ પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.

791 સભ્યો ધરાવતા ભરૃચ બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.શાંતિભર્યા અને ઉત્તેજનાસભર માહોલમાં યોજાયેલ ચૂંટણીમાં સહકાર, પરિવર્તન અને પોગ્રેસીવ એમ ત્રણ પેનલના 48 થી વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ જામ્યો હતો.જેમાં પ્રમુખ પદ માટે પૂર્વ પ્રમુખ પધ્યુમનસિંહ સિંધા, ભરતસિંહ ચાવડા તેમજ એડવોકેટ મન્સૂરી વચ્ચે જંગ ખેલાયો છે.ભરૃચ બાર એસોસિયેશનના કુલ 791 સભ્યો મતદાન કરશે.મતદાન દરમ્યાન ત્રણેય પેનલના સંયોજક જીતનો દાવો કરી રહ્યા છે.

Latest Stories