Connect Gujarat
ભરૂચ

ચંદ્રની ધરતી પણ કહેતી હશે આના કરતાં અમારા માર્ગો સારા ! જુઓ ભરૂચથી જંબુસરને જોડતા રોડની પરિસ્થિતિ

ઓદ્યોગીક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલ ભરૂચ જીલ્લામાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

X

ભરૂચ જીલ્લામાં ચોમાસાની સિઝન દરમ્યાન માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું છે ત્યારે ભરૂચથી જંબુસરને જોડતા માર્ગની અત્યંત બિસ્માર હાલત જોવા મળી રહી છે જેના કારણે વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

ઓદ્યોગીક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલ ભરૂચ જીલ્લામાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. રસ્તા પાણી અને વીજળીની અસુવિધાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા . છે.હાલ વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે પરંતુ ભરૂચથી જંબુસરને જોડતા માર્ગની પરિસ્થિતિ અત્યંત બિસ્માર બની છે. ચંદ્રની સપાટીને પણ શરમાવે એવા માર્ગો જોવા મળી રહ્યા છે. 50થી 60 કી.મી.ના માર્ગ પર 50 ટકા માર્ગની હાલત આતંયત બિસ્માર છે જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભરૂચથી જંબુસર અને જંબુસરથી ભરૂચ અનેક લોકો અવાર જવર કરતા હોય છે જેઓ આ બિસ્માર માર્ગનો ભોગ બની રહ્યા છે. માર્ગ બિસ્માર હોવાના કારણે વાહનોમાં પણ નુકશાન થાય છે અને અનેક વાર અકસ્માતની પણ ઘટના બને છે. વાહનચળકોના આક્ષેપ અનુસાર તંત્ર વરસાદનું બહાનું કાઢે છે પરંતુ વર્ષો વીતી ગયા આમ છતા આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવતું નથી જેનો ભોગ આસપાસના લોકો બની રહ્યા છે

સરકાર દ્વારા ગયા વર્ષે મોટાપાયે માર્ગ મરામત મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ આ માર્ગ પર માત્ર ખાડા પૂરી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે ભરૂચથી જંબુસરને જોડતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે

Next Story