ઉત્સવ કૃતજ્ઞતાનો ઉત્સવ અગસ્તિનો : બાળકોએ “Thank You” કાર્ડ બનાવી સહયોગીઓને આપી આભાર વ્યક્ત કર્યો...

અગસ્તિ ભારત વર્ષ સંસ્થા દ્વારા તારીખ ૨૮ અને તારીખ ૨૯ એપ્રિલના રોજ “અગસ્તિ અખિલમ – ૨૦૨૩” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

New Update
ઉત્સવ કૃતજ્ઞતાનો ઉત્સવ અગસ્તિનો : બાળકોએ “Thank You” કાર્ડ બનાવી સહયોગીઓને આપી આભાર વ્યક્ત કર્યો...

અગસ્તિ ભારત વર્ષ સંસ્થા દ્વારા તારીખ ૨૮ અને તારીખ ૨૯ એપ્રિલના રોજ “અગસ્તિ અખિલમ – ૨૦૨૩” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અગસ્તિ ભારત વર્ષ છેલ્લા ૧૦ વર્ષથી ભરૂચ જિલ્લાના બાળકોમાં “ભણતર” સાથે “ઘડતર” થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે. આ વર્ષના કાર્યક્રમના “Gratitude – Foundation of life” વિષય પસંદ કરી ઉજવવા જઈ રહ્યા છે. બાળકોમાં Gratitude (કૃતજ્ઞતા)નો ભાવ ઉભો કરવા છેલ્લા એક મહિનાથી નવતર પ્રયોગો શાળા કરી રહી છે.

બાળકો પોતાની આસપાસના એવા લોકો જે સીધી અથવા આડકતરી રીતે આપણા જીવનમાં સહયોગ કરે છે, તેમના માટે પોતાના હાથથી “Thank You” કાર્ડ બનાવી તેમની પાસે જઈ કાર્ડ આપી આભાર વ્યક્ત કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. જેવા કે કેડોક્ટર, સફાઈકામદાર, વોચમેન, પોલીસ, ટ્રાફિકપોલીસ, સેવકભાઈઓ – બહેનો, દૂધ આપનાર વ્યક્તિ, સુથાર, મિસ્ત્રી, ભૂદેવ, પ્રેરણાદાઈ વ્યક્તિઓ, શિક્ષકો વગેરે જેવા 5000+ લોકો સુધી પહોંચી બાળકોએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ સાથે પોતાનાં માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાં બાળકોએ પોતાના માતા- પિતાને ઘરકામમાં મદદ અને અંગત કાળજી કરી માતા-પિતાને કૃતજ્ઞતા વ્યક્ત કરી. તારીખ ૨૮/૨૯ એપ્રિલના રોજ થનારા કાર્યક્રમમાં 1600+ વિદ્યાર્થીઓ, 150+ શિક્ષકો, 1000+ આમંત્રિત મહેમાનો, 6000+ વાલીઓ ઉપસ્થિત રહી શોભામાં અભિ વૃદ્ધિ કરશે. શાળાના પ્રમુખ રાહુલ ભારત સરે આ અંગે કહ્યું કે, અમે અમારી વિચારધારા કે શિક્ષણથી ઘડતર થકી સામાજિક પરિવર્તન કરી ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું અને આપ અનેક નવતર પ્રયોગોથી આગામી પેઢીને સુસંકૃત કરવા અથાગ પ્રયત્નો કરીશું. આ જ કારણે અગસ્તિના દરેકવાલી એક સ્વરે બોલે છે “અગસ્તિ છે, તો ભરોસો છે.”

Latest Stories