ભરૂચ શહેરમાં ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારમાં રસ્તાઓ ધોવાઇ જતા માર્ગો જાણે ખાડામાં ઉતરી ગયા છે. અસંખ્ય ખાડાના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સાથે વાહનોમાં નુકસાન થવાથી આર્થિક નુકસાન પણ વેઠવું પડતા પાલિકાના સત્તાધિશો સામે રોષ પણ ઠાલવી રહ્યા છે.
ભરુચ શહેરના મુખ્ય માર્ગો જાણે ચંદ્રની ધરતી જેવા બની ગયા છે. અનેક જગ્યાએ ખાડા પડતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહી આ છે.ભરૂચ શહેરના પાંચબત્તીની મહમદપુરાને જોડતા માર્ગ ઓર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
માર્ગ પર રસ્તો ક્યાં શોધવો એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે લોકો તંત્ર પાસે માર્ગના સમારકામની માંગ કરી રહ્યા છે.