ભરૂચ જિલ્લામાં 74મા પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, રાજકીય, સામાજિક, સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા.
ભરૂચ શહેર તથા જિલ્લામાં 74મા પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સરકારી કચેરી, અર્ધ સરકારી કચેરી, રાજકીય અને સામાજિક સંસ્થાઓમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચ નગરપાલિકા ખાતે 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. તો શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક જુમ્મા મસ્જિદ ખાતે યુનાઇટેડ મુસ્લિમ સંસ્થા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો આવો જોઈએ ભરૂચ શહેર તથા જિલ્લામાં છવાયેલા દેશભક્તિભર્યા માહોલના દ્રશ્યો...