Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હાઇજેનિક ફૂડ કેન્ટીનનું ઉદ્દઘાટન કરાયું…

જિલ્લાના અંકલેશ્વર શહેરના ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે હાઇજેનિક ફૂડ કેન્ટીનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે હાઇજેનિક ફૂડ કેન્ટીનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર શહેરના ઉમરવાડા રોડ પર આવેલ પ્રખ્યાત એવી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ હાઇજેનિક ફૂડ કેન્ટીનનું ઉદ્દઘાટન જાણીતા સમાજસેવી મીરા પંજવાણીના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કેન્ટીનનું ઉદ્દઘાટનમાં ઈનરવ્હીલ ક્લબના પ્રેસીડન્ટ અને ડાયટિશિયન સંધ્યા મિશ્રા, પ્રજ્ઞા ઇન્ડસ્ટ્રીઝના મહેશ પટેલ તેમજ તોલાણી ફેબ્રિકેશન નારણ તોલાનીનો સહયોગ મળ્યો હતો. આ પ્રસંગે સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલા સહિત આચાર્ય તેમજ શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મીરા પંજવાણીએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર પબ્લિક સ્કૂલ એક આદર્શ સ્કૂલ અને અન્ય શાળાઓ માટે ઉદાહરણરૂપ શાળા છે, ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ ખોરાક મળે તે લક્ષ્ય હતું, જે આજે પૂર્ણ થયું છે. સાથે જ આગામી દિવસોમાં પણ શાળાની જરૂરિયાત પૂરી કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યુ હતું.

Next Story